કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
Published on: 01st September, 2026

વડોદરામાં એક ચોંકાવનારી સાયબર ક્રાઇમ ઘટના બની છે. એક કેમિકલ કંપનીના કોમ્પ્યુટરમાં ઝીપ ફાઇલ ઓપન થતાં જ હેકર્સને લોગીન અને વોટ્સએપનો એક્સેસ મળ્યો. આ એક્સેસનો ઉપયોગ કરીને, આરોપીઓએ કંપનીના એકાઉન્ટન્ટને ખોટા મેસેજ મોકલી તાત્કાલિક પેમેન્ટ કરવાનું કહી 60 લાખ રૂપિયા પડાવી લીધા. આ રૂપિયા યુનિક ગેજેટ્સ એન્ડ સર્વિસ પ્રા.લિ. અને એજી માર્ટના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કંપનીના માલિકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.