દેવભૂમિ દ્વારકામાં દાગીના ચમકાવવાની લાલચ આપતી ગેંગના 4 પરપ્રાંતિય શખસો ઝડપાયા
દેવભૂમિ દ્વારકામાં દાગીના ચમકાવવાની લાલચ આપતી ગેંગના 4 પરપ્રાંતિય શખસો ઝડપાયા
Published on: 01st September, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોના-ચાંદીના દાગીના સાફ કરી આપવાના બહાને ઠગાઈ કરતી ગેંગનો LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ બિહારના ચાર શખસોને 89,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઘરે ફિનાઈલ વેચવાના બહાને પ્રવેશ કરી, મહિલાઓને વિશ્વાસમાં લઈ દાગીના ચમકાવી આપવાની લાલચ આપી કેમિકલ અને એસિડના ઉપયોગથી સોનું-ચાંદી તારવી લેતા હતા. ઝડપાયેલા આરોપીઓ ગ્રામીણ વિસ્તારોમાં વૃદ્ધ અને એકલી મહિલાઓને લક્ષ્ય બનાવતા હતા. SP દ્વારા નાગરિકોને અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં ન આવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.