વલસાડ ઉમરગામ GIDCમાં રેડ
વલસાડ ઉમરગામ GIDCમાં રેડ
Published on: 01st September, 2026

વલસાડના ઉમરગામ GIDC સ્થિત એવરગ્રીન ફૂડ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં એવરેસ્ટ કંપનીની હિંગનું જોબ વર્ક થતું હોવાનું જણાતા રેડ પાડી હતી. વિભાગે 26.81 લાખ રૂપિયાના 4,668 કિલો હિંગનો જથ્થો જપ્ત કર્યો છે. આ હિંગના નમૂના રાજકોટ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. FSSAI દ્વારા એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે નમૂનાઓ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા નથી.