અલ્પેશ દોંગાની ટોળકીએ 43.50 કરોડની જમીન 2.15 કરોડમાં પડાવી
અલ્પેશ દોંગાની ટોળકીએ 43.50 કરોડની જમીન 2.15 કરોડમાં પડાવી
Published on: 03rd October, 2026

રાજકોટમાં અલ્પેશ દોંગા અને તેની ટોળકી દ્વારા ખેડૂતોને છેતરીને 43.50 કરોડ રૂપિયાની જમીન માત્ર 2.15 કરોડમાં પચાવી પાડવાનું મોટું કૌભાંડ 'સીટ'ની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો કબજે કર્યા છે, જેની સત્યતા ચકાસવામાં આવી રહી છે. આ ગેંગ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ થયા હતા. પોલીસે ઝડતી લીધેલા આરોપીઓ પાસેથી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. ભોગ બનનાર ખેડૂતોને ન્યાય મળે તે માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.