સેલ્સગર્લ ₹1.11 કરોડના દાગીના ચોરી પ્રેમી સાથે ઝડપાઈ.
સેલ્સગર્લ ₹1.11 કરોડના દાગીના ચોરી પ્રેમી સાથે ઝડપાઈ.
Published on: 18th May, 2026

અમદાવાદના નિકોલના જ્વેલર્સમાંથી 1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી અને તેના પ્રેમીને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યા. સ્ટોક વેરિફિકેશનમાં 1 કિલોથી વધુ સોનું ગાયબ મળ્યું હતું, જે CCTV ફૂટેજમાં હર્ષિદા કપડાંના ગજવામાં છુપાવતી જોવા મળી. સારી લાઈફ જીવવાની લાલચમાં પ્રેમી સાથે મળીને દિલ્હી અને ઋષિકેશ ફરવા નીકળી ગઈ હતી. પોલીસે બંનેના બેન્ક ટ્રાન્ઝેક્શન અને CDRની તપાસ શરૂ કરી છે.