અમદાવાદમાં પરિણીતા પર અત્યાચાર
અમદાવાદમાં પરિણીતા પર અત્યાચાર
Published on: 04th August, 2026

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે દહેજ ઉત્પીડન, મારઝૂડ અને નાણાકીય ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. લગ્નના માત્ર બે મહિનામાં જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી 35 તોલા સોનાના દાગીના પડાવી લીધા અને પિયર પક્ષ પાસેથી લીધેલા લાખો રૂપિયા પણ પચાવી પાડ્યા હોવાનો આક્ષેપ છે. પતિ અને સાસુ દ્વારા મેણા-ટોણા મારી, મોબાઈલ જપ્ત કરી, બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી માનસિક ત્રાસ આપવામાં આવ્યો. 35 તોલા સોનું બળજબરીથી લીધું, અને પિયર પક્ષ પાસેથી લીધેલા 32 લાખ રૂપિયામાંથી ચેક બાઉન્સ થયા. અંતે, સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા પોતાના પિયર પહોંચી અને ફરિયાદ નોંધાવી.