મહિલાની છેડતી કરનાર પડોશીનો ભાઈ સાથે મારામારીનો બનાવ: નરોડા પોલીસ તપાસમાં
મહિલાની છેડતી કરનાર પડોશીનો ભાઈ સાથે મારામારીનો બનાવ: નરોડા પોલીસ તપાસમાં
Published on: 16th June, 2026

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલાઓની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. નરોડામાં પિયર આવેલી એક મહિલાની પડોશીએ સીડીમાં છેડતી કરી. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપીએ લાજવાને બદલે ઉશ્કેરાઈ જઈ તેના ભાઈ સાથે મારામારી કરી. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કઠવાડા રોડ પર રહેતા રાજેન્દ્રભાઈ વિરુદ્ધ 20 વર્ષની મહિલાએ ફરિયાદ નોંધાવી છે.