વડોદરાના ભાદરવામાં ગુમ થયેલ મહિલાની ઘાસચારામાં લાશ મળતાં ચકચાર
વડોદરાના ભાદરવામાં ગુમ થયેલ મહિલાની ઘાસચારામાં લાશ મળતાં ચકચાર
Published on: 28th August, 2026

ભાદરવા ગામમાં ખેતરમાં બનાવેલી ઘાસચારાની ઓરડીમાં આગ લાગતાં મહિલાની સળગેલી લાશ મળી આવી. પોલીસ તપાસમાં મૃતક મહિલા લક્ષ્મીબેન ગિરીશભાઇ રોહિત હોવાનું અને તેના પુત્રએ ગઈકાલે જ તેણી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હોવાનું બહાર આવ્યું. ઓરડીમાંથી મળેલા પર્સ અને આધારકાર્ડ પરથી ઓળખ થઈ. પોલીસે આશરે ૫૦ વર્ષની વયની મહિલાની હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ આડા સંબંધ કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.