લખતર પોલીસ દ્વારા દારૂના ગુનામાં ફરાર આરોપી બનાસકાંઠાના વડગામથી ઝડપાયો
લખતર પોલીસ દ્વારા દારૂના ગુનામાં ફરાર આરોપી બનાસકાંઠાના વડગામથી ઝડપાયો
Published on: 02nd August, 2026

લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપી જગાદી ઉર્ફે જગદીશ ઉર્ફે પોપટ ગલાજી રબારી (50) ને સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બનાસકાંઠાના વડગામ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી ડ્રાઇવિંગના વ્યવસાયની આડમાં દારૂના ગુના આચરતો હતો અને તેની સામે લખતર, પાલનપુર વેસ્ટ, વડગામ, ડીસા નોર્થ, બગોદરા, ડીસા રૂરલ, દસાડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં તે પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે.