મોડાસાના સ્પામાં કુટણખાનાનો પર્દાફાશ, સંચાલક અને મેનેજર સહિત બે ઝડપાયા
મોડાસાના સ્પામાં કુટણખાનાનો પર્દાફાશ, સંચાલક અને મેનેજર સહિત બે ઝડપાયા
Published on: 02nd August, 2026

મોડાસાના ગણેશપુર હજીરા સર્કલ પાસે આવેલ આયેશા કરીમ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા મસાજની આડમાં કુટણખાનાનો અરવલ્લી એસઓજીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને કરેલી રેડ દરમિયાન, બહારથી લાવવામાં આવેલી બે મહિલાઓ અને સ્પાના સંચાલક-મેનેજર સહિત કુલ ચાર લોકોની અટકાયત કરી છે. આ ગેરકાયદે દેહવ્યાપાર ચલાવતી મહિલા સંચાલક અને મેનેજર વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.