વલસાડમાં મહોર્રમ પૂર્વે વાહન ચેકિંગ: 5 વાહનો ડિટેઇન, 4 ઝડપાયા
વલસાડમાં મહોર્રમ પૂર્વે વાહન ચેકિંગ: 5 વાહનો ડિટેઇન, 4 ઝડપાયા
Published on: 25th June, 2026

આગામી 26 જૂને મહોર્રમ તહેવારને ધ્યાનમાં રાખી વલસાડ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કલ્ણાણબાગ વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો. ચેકિંગ દરમિયાન, ઘણા વાહનચાલકો જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા, જેના પગલે પોલીસે 5 વાહનો ડિટેઇન કર્યા હતા. આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.