દેવભૂમિ જિલ્લામાં ગેરકાયદેસર બેલા પથ્થર ભરેલા 5 ટ્રક જપ્ત
દેવભૂમિ જિલ્લામાં ગેરકાયદેસર બેલા પથ્થર ભરેલા 5 ટ્રક જપ્ત
Published on: 25th June, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ખંભાળિયા તાલુકાના ભાડથર ગામેથી કુલ પાંચ ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ભરેલા બેલા પથ્થરનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકોમાં રહેલા આ સફેદ પથ્થર (બેલા) માટે જરૂરી રોયલ્ટી કે માન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. ટ્રક ચાલકો દ્વારા રજૂ કરાયેલી રોયલ્ટી સ્લીપ પણ જૂની અને સમયમર્યાદા પૂર્ણ થયેલી મળી આવી. પોલીસે અંદાજે 68 ટન બેલા પથ્થર (રૂ. 2.70 લાખ) અને પાંચ ટ્રકો (રૂ. 75 લાખ) મળી કુલ રૂ. 77.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.