પોક્સો કાયદા હેઠળ રેકોર્ડ સમયમાં 346 ચુકાદા
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બની છે. છેલ્લા આઠ મહિનામાં પોક્સો અદાલતો દ્વારા 346 ચુકાદા આપવામાં આવ્યા છે, જેમાં 241 આરોપીઓને આજીવન કેદ અને બે ગુનેગારોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સાયન્ટિફિક એવિડન્સ અને સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પધ્ધતિ ગુનેગારોને સખત સજા અપાવવામાં મદદરૂપ થઈ રહી છે. ચાર્જશીટ રજૂ કર્યાના 72 કલાકમાં પણ ચુકાદા અપાઈ રહ્યા છે.
પોક્સો કાયદા હેઠળ રેકોર્ડ સમયમાં 346 ચુકાદા
અમદાવાદ રેલવે પોલીસે રિક્ષામાં ભૂલાયેલી રૂ.3 લાખની રોકડ ભરેલી બેગ માલિકને પરત સોંપી
અમદાવાદ રેલવે પોલીસે એક અકલ્પનીય કાર્ય કર્યું છે. ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા 3 લાખની રોકડ ભરેલી બેગ Police માત્ર ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના મૂળ માલિકને પરત સોંપી છે. ચાંદખેડાના ભાઈલાલભાઈ મુંબઈ જવા કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની બેગ રિક્ષામાં રહી ગઈ હતી. રેલવે Police (GRP)નો સંપર્ક થતાં જ સર્વેલન્સ ટીમે CCTV અને ટેક્નોલોજીની મદદથી રિક્ષા ઓળખી કાઢી, અને ડ્રાઇવરનો સંપર્ક કરીને બેગ મેળવી લીધી. ચકાસણી બાદ બેગ ભાઈલાલભાઈને સોંપવામાં આવી.
અમદાવાદ રેલવે પોલીસે રિક્ષામાં ભૂલાયેલી રૂ.3 લાખની રોકડ ભરેલી બેગ માલિકને પરત સોંપી
દારૂબંધી વચ્ચે મધ્યપ્રદેશથી પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો દારૂ-બીયર લઈ આવતી ટ્રક ઝડપાઈ
ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો ઘુસાડવાનો વધુ એક પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કપૂરાઈ પોલીસે સયાજીપુરા ફ્રુટ માર્કેટ પાસે પશુદાણની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવેલી મધ્યપ્રદેશ પાસિંગની આઇસર ટ્રક ઝડપી પાડી હતી. દારૂનો જથ્થો કટીંગ થાય તે પહેલાં જ પોલીસે ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે રૂ.15,11,885ની કિંમતનો દારૂ અને બિયર, બે મોબાઇલ ફોન, ટ્રક તથા પશુદાણ મળી કુલ રૂ.30,81,125નો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂબંધી વચ્ચે મધ્યપ્રદેશથી પશુદાણની આડમાં રૂ.15.11 લાખનો દારૂ-બીયર લઈ આવતી ટ્રક ઝડપાઈ
સ્ટાર મેકર એપ પર ઠગ દ્વારા વડોદરાની મહિલાને બ્લેકમેલ કરી 21.64 લાખ પડાવ્યા
વડોદરાની એક સિનિયર સિટીઝન મહિલા સાથે સ્ટાર મેકર એપ પર ઓનલાઈન ઠગાઈ થઈ છે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઈન્દોરના હિતેશ કોમલલાલ ભગોરા નામના ઠગે મહિલાને ઓળખાણ કેળવી, માતા સમાન સંબોધી, ગંભીર બીમારીનું નાટક કરી પૈસા પડાવી લીધા. જ્યારે મહિલાએ પૈસા પાછા માંગ્યા ત્યારે તેણે બ્લેકમેલિંગ અને આત્મહત્યાની ધમકી આપી વધુ રકમ પડાવી. કુલ 23.19 લાખમાંથી માત્ર 1.55 લાખ પરત આપી 21.64 લાખ ઉપરાંતની રકમ હડપ કરી લીધી. ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સ્ટાર મેકર એપ પર ઠગ દ્વારા વડોદરાની મહિલાને બ્લેકમેલ કરી 21.64 લાખ પડાવ્યા
જામનગરમાં ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી
જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીના આદેશ બાદ ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ વહન સામે કડક પગલાં ભર્યા છે. માત્ર બે દિવસમાં, ઢીંચડા રોડ વિસ્તારમાં સિલિકા સેન્ડનું બિનઅધિકૃત વહન કરતા ત્રણ ડમ્પર અને દરેડ જીઆઈડીસીમાં બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ પરિવહન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં કુલ પાંચ ડમ્પર જપ્ત થયા છે, જેની અંદાજિત કિંમત સાથે કુલ 1.80 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરમાં ખાણ-ખનિજ વિભાગની મોટી કાર્યવાહી
જામનગર નવાગામ ઘેડમાં મકાનમાંથી રૂ.23,100નો દારૂ ઝડપાયો
જામનગર શહેરના નવાગામ ઘેડમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.23,100ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો. પોલીસે દારૂની 72 ચપલા (કિંમત રૂ.21,600) અને બીયરના 12 ટીન (કિંમત રૂ.1,500) કબજે કર્યા. જોકે, પોલીસની રેડ દરમિયાન મકાન માલિક જય રમેશભાઈ ચાવડા હાજર મળ્યો ન હતો અને ફરાર થઈ ગયો હતો. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગર નવાગામ ઘેડમાં મકાનમાંથી રૂ.23,100નો દારૂ ઝડપાયો
જામનગરના જોડિયામાં જુગારધામ પર LCBનો દરોડો, 17 શખ્સો ઝડપાયા
જામનગરના જોડિયા તાલુકાના અંબાલા ગામમાં એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર LCBની ટીમે સફળ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 17 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.3,04,500 રોકડ, 18 મોબાઇલ ફોન, પાંચ મોટરસાઇકલ અને ત્રણ ફોરવ્હીલર મળી કુલ રૂ.31,64,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે જોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગરના જોડિયામાં જુગારધામ પર LCBનો દરોડો, 17 શખ્સો ઝડપાયા
જામનગર નેત્રમ શાખાની સરાહનીય કામગીરી
જામનગર પોલીસની નેત્રમ શાખાએ સીસીટીવી કેમેરાના ઉપયોગ દ્વારા એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દિલ્હીના અબ્દુલ ગફાર અબ્દુલ ઝબ્બાર નામના અરજદાર, જે લોકમેળામાં સામાન વેચવા જામનગર આવ્યા હતા, તેમની રિક્ષા પરથી રૂ. 20,000 ની કિંમતના રમકડાં અને ડેકોરેશનના સામાનવાળા બે પાર્સલ રહી ગયા હતા. નેત્રમ શાખાએ સીસીટીવી ફૂટેજ અને RTO ડેટાબેઝની મદદથી રિક્ષા શોધી કાઢી અને ગણતરીની કલાકોમાં જ પાર્સલ અરજદારને પરત અપાવ્યા. આ ઉપરાંત, છેલ્લા એક સપ્તાહમાં ચાર અન્ય અરજદારોને પણ તેમનો ખોવાયેલો સામાન પરત અપાવ્યો છે, જેમાં ડાયરી, ખંજરી અને દસ્તાવેજોનો સમાવેશ થાય છે.
જામનગર નેત્રમ શાખાની સરાહનીય કામગીરી
ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનો દેખાવો
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દારૂબંધીની નિષ્ફળ અમલવારી અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા. ધારાસભ્યોએ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને સરકારની નીતિઓ સામે પ્રશ્નો ઉઠાવ્યા. ઝેરી દારૂના કિસ્સાઓ અને વધતી ગુનાખોરીનો ઉલ્લેખ કરી, કોંગ્રેસે ગૃહ વિભાગ અને તંત્રની નિષ્ફળતા દર્શાવી, તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી.
ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનો દેખાવો
જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો.
જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો. પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા સબ ઈન્સ્પેક્ટર એમ.વી. ભાટીયાના સ્ટાફ દ્વારા શોધખોળ દરમિયાન ચોક્કસ બાતમી આધારે ગુરુદ્વારા ચોકડી પાસે તપાસ હાથ ધરાઈ. ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી અજય ધીરુભાઈ સોલંકી (ધોરાજી, રાજકોટ) મળી આવતા પોલીસે તેને શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરીના ગુનામાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો.
જામનગર પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે સળગાવી જેલ ભેગો કર્યો.
જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીના ઈન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ, પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને તેમની ટીમે બાતમીના આધારે ગુલાબનગર આહીર સમાજવાડી પાસે તપાસ કરી આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો ભાનુશાળીને દબોચી લીધો. પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.
જામનગર પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે સળગાવી જેલ ભેગો કર્યો.
જામનગરના બેડી વિસ્તારમાં પથ્થરમારાના ચકચારી પ્રકરણમાં 4 આરોપીઓની ધરપકડ
જામનગરના બેડી વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલા પથ્થરમારા અને માથાકૂટના બનાવમાં સીટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં હુશેન હારુનભાઈ વાઘેર, કાદર હનીફભાઈ વાઘેર, નાસીર હનીફભાઈ વાઘેર અને સુલતાન ગનીભાઈ વાઘેરનો સમાવેશ થાય છે. તેમની સામે IPC અને GP Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપી છે.
જામનગરના બેડી વિસ્તારમાં પથ્થરમારાના ચકચારી પ્રકરણમાં 4 આરોપીઓની ધરપકડ
જામનગરમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો
જામનગરના જામજોધપુરમાં દીકરીના છૂટાછેડા અને સમાધાનના મુદ્દે થયેલી બોલાચાલીમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ જમનભાઈ કાનજીભાઈ ગામી પર જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદી મુજબ, બનાવ સમયે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના જમાઈ રાજેશભાઈ ગોર, કીરીટભાઈ ગોર, નર્મદાબેન અને એક અજાણી મહિલા સહિત ચાર જણા આવ્યા હતા. વૃદ્ધે સમાધાનની વાત કરવાનો ઇનકાર કરતાં ચારેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેમાં તેમના ડાબા ખભામાં ઈજા થઈ હતી.
જામનગરમાં જમાઈ સહિત ચાર શખ્સોએ 70 વર્ષીય વૃદ્ધ પર કર્યો જીવલેણ હુમલો
જામનગરમાં 21 વર્ષીય યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર શહેરના એરફોર્સ રોડ સામે આવેલી ઇન્દિરા કોલોનીમાં રહેતી 21 વર્ષીય કાજલબેન ઠાકોરભાઈ સોલંકીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી. આ ઘટના તા. 9 સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે બની હતી. મૃતકના પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સીટી-સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં 21 વર્ષીય યુવતીએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર અને જામજોધપુરમાં જુગારના બે દરોડા
જામનગર શહેર અને જામજોધપુર ખાતે પોલીસે જુગારના બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા કુલ 11 શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને દરોડા દરમિયાન કુલ ₹22,600 રોકડા રૂપિયા અને ગંજીપત્તા પોલીસે કબજે લીધા છે. આ ઝડપાયેલા જુગારીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર અને જામજોધપુરમાં જુગારના બે દરોડા
જામનગરમાં સાયબર છેતરપિંડી માટે બેંક ખાતા ખોલાવનાર 9 શખ્સો સામે ગુનો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના નાણાની હેરાફેરી માટે પોતાના નામે બેંક ખાતા ખોલાવી, સાગરીતને કિટ સહિત આપી કમિશન મેળવનાર નવ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં આશરે રૂ. 64,49,699 ના અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવા સૂચના મળતાં પોલીસે શંકાસ્પદ ખાતાઓની તપાસ કરી હતી. પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝનના બેંક ખાતાઓના દસ્તાવેજો અને સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરતાં અનધિકૃત વ્યવહારો મળી આવ્યા હતા.
જામનગરમાં સાયબર છેતરપિંડી માટે બેંક ખાતા ખોલાવનાર 9 શખ્સો સામે ગુનો
જામનગર શિક્ષણ સમિતિની 6 ઓક્ટોબરે ચૂંટણી
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી 6 ઓક્ટોબરે યોજાશે. કુલ 12 સભ્યોની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ઉમેદવારી પત્રો ભરવા અને ચકાસણીની કાર્યવાહી થશે. હાલની રાજકીય પરિસ્થિતિ જોતાં, સત્તાધારી ભાજપ પક્ષના સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવવાની પ્રબળ શક્યતા છે, જો વિરોધ પક્ષ દ્વારા ઉમેદવારી ન નોંધાવવામાં આવે. ચૂંટણી બાદ નવા સભ્યો શહેરની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નો પર કામગીરી શરૂ કરશે.
જામનગર શિક્ષણ સમિતિની 6 ઓક્ટોબરે ચૂંટણી
જામનગરમાં પાનની પીચકારી મુદ્દે ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો
જામનગરના ડીવાઇન હોસ્પિટલ પાછળ આવેલા રીઘ્ધિ-સિઘ્ધિ એપાર્ટમેન્ટમાં પાનની પીચકારી મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં ત્રણ શખ્સોએ એક મજૂર પર છરી, કુહાડી તથા ધોકા વડે હુમલો કર્યો હતો. ફરિયાદી ઇસ્માઇલ કાસમભાઈ સીપાઈના જમણા હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ ઘટના બાદ સીટી ‘બી’ ડિવિઝન પોલીસે ઇરફાન આરબ, સાહિલ ઉર્ફે બોદુ તથા સાહિલના મામા મમલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં પાનની પીચકારી મુદ્દે ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો
જામજોધપુરના ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ પર
જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) ડેમ વિસ્તારમાં કેનાલ મારફતે સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ છે. પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં પાણી ન મળતાં 15 જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ છે. ખેડૂતોએ વાવેતરમાં કરેલા ખર્ચને બચાવવા માટે તાત્કાલિક પાણીની માંગ કરી છે. સમસ્યા દૂર નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે.
જામજોધપુરના ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ પર
જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની પેથોલોજી HOD સામે ગંભીર આક્ષેપો
Jamnagar M P Shah Medical Collage ફરી વિવાદમાં છે. રાજ્યની અન્ય મેડિકલ કોલેજોમાં રેગિંગ બાદ હવે જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ પેથોલોજી વિભાગના HOD અને હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. સામે માનસિક ત્રાસ અને ગેરવર્તણૂકના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગ (National Medical Commission) સમક્ષ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, HOD દ્વારા અપમાનિત કરવામાં આવે છે અને ખાનગી લેબના કામ માટે દબાણ કરાય છે, જેનાથી ભયનું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, HOD અને ઈન્ચાર્જ સુપ્રિ.એ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી સારી કામગીરીનો દાવો કર્યો છે.
જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની પેથોલોજી HOD સામે ગંભીર આક્ષેપો
અમદાવાદના દાણીલીમડામાં નકલી બ્રાન્ડેડ કપડાં-સ્લીપર વેચતી 3 દુકાનો પર LCBના દરોડા
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ સ્લીપર, ટ્રેકપેન્ટ અને ટીશર્ટનું ગેરકાયદે વેચાણ કરતી ત્રણ અલગ-અલગ દુકાનો પર ઝોન-6 LCB અને કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિઓએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. પોલીસે ત્રણ દુકાનોમાંથી કુલ 5,08 લાખ રૂપિયાની કિંમતનો 476 નંગ ડુપ્લીકેટ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્રણ વેપારીઓ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદના દાણીલીમડામાં નકલી બ્રાન્ડેડ કપડાં-સ્લીપર વેચતી 3 દુકાનો પર LCBના દરોડા
છોટા ઉદેપુરના સંખેડા પોલીસ કસ્ટડીમાંથી મારામારી અને ખંડણીનો આરોપી ફરાર
છોટા ઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને ખંડણીના આરોપી રાકેશ તડવીનું પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવું ચકચાર મચાવી રહ્યું છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ, ફિંગરપ્રિન્ટ લેવા સંખેડા પોલીસ મથકે પરત લાવવામાં આવતાં આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં નાકાબંધી જાહેર કરાઈ છે. પોલીસ તંત્રની સુરક્ષા અને બેદરકારી સામે સવાલો ઉઠાવતા, ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરાઈ છે.
છોટા ઉદેપુરના સંખેડા પોલીસ કસ્ટડીમાંથી મારામારી અને ખંડણીનો આરોપી ફરાર
મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ માટે લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા
અમરેલીમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)ના બે અધિકારીઓને ₹21 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. અમરેલી શહેરની મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબનો પોઝિટિવ રિપોર્ટ આપવાના બદલે આ લાંચ માંગવામાં આવી હતી. વડોદરા GERIના સંશોધન અધિકારી આણંદ ખરેડિયા અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જિગર ભુટિયાને સરકારી સર્કિટ હાઉસ ખાતે ગોઠવાયેલા છટકામાં ACBએ પકડી પાડ્યા. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતાં ACBમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. ACBએ લાંચની રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મટીરિયલ્સ ટેસ્ટિંગ લેબના પોઝિટિવ રિપોર્ટ માટે લાંચ લેતા GERIના બે અધિકારી ઝડપાયા
વલસાડ GEB એમ્પ્લોઇઝ ક્રેડિટ સોસાયટીમાં પૂર્વ મંત્રી દ્વારા રૂ.77.86 લાખની ઉચાપત
વલસાડની ગુજરાત ઇલેકિટ્સીટી બોર્ડ એમ્પ્લોઈઝ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાં રૂ.77.86 લાખની નાણાકીય ગેરરીતિ અને વિશ્વાસઘાત બદલ પૂર્વ મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ મંત્રીએ 19 બોગસ ચેકો અને રોકડની ઉચાપત કરી હતી. 18 મહિનાથી કમ્પ્યુટરમાં એન્ટ્રી બંધ રાખી કૌભાંડ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. લોનની અરજી વગર ત્રાહિત વ્યક્તિઓના નામે ચેકો ઇસ્યુ કરી મોટી રકમની ઉચાપત કરી હતી. ભેદ ખૂલી જવાની બીકે આરોપી નોકરી છોડી ભાગી ગઈ હતી.
વલસાડ GEB એમ્પ્લોઇઝ ક્રેડિટ સોસાયટીમાં પૂર્વ મંત્રી દ્વારા રૂ.77.86 લાખની ઉચાપત
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ 9-12 ઓક્ટોબરમાં શરૂ થવાની શક્યતા
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે બંધ કરાયેલા પ્લેટફોર્મ નંબર 9, 10, 11 અને 12 ઓક્ટોબરમાં ફરી શરૂ થવાની શક્યતા છે. સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આ પ્લેટફોર્મ શરૂ કરવા માટે નવા ટ્રેક નાખવાની કામગીરી પૂર્ણ થવાના આરે છે. સિગ્નલ, ઈલેક્ટ્રીફિકેશન, અને પ્લેટફોર્મ ડેવલોપમેન્ટ જેવી કામગીરી બાદ ઓક્ટોબરમાં આ પ્લેટફોર્મ કાર્યરત થશે. અગાઉ આ કામગીરીમાં વિલંબ થયો હતો. 9 થી 12 પ્લેટફોર્મ શરૂ થયા બાદ, 4 થી 7 પ્લેટફોર્મ પર રિડેવલપમેન્ટનું મુખ્ય કાર્ય શરૂ કરાશે.
અમદાવાદના કાલુપુર સ્ટેશન પર બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ 9-12 ઓક્ટોબરમાં શરૂ થવાની શક્યતા
પાણીપુરીની લારી ચલાવતા યુવક પર લોખંડની પાઈપથી હુમલો
વડોદરાના બાજવાડામાં પાણીપુરીની લારી ચલાવતા ઓમવીર સત્યપાલસિંહ ઠાકોર પર ધવલ ચૌહાણે લોખંડની પાઈપ વડે હુમલો કર્યો. આરોપીએ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. આ ઘટના બાદ પણ આરોપીએ પીડિતને "તું ક્યાં સુધી ભાગીશ, તને શોધીને જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના અંગે સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાણીપુરીની લારી ચલાવતા યુવક પર લોખંડની પાઈપથી હુમલો
દમણમાં થાર-ફોર્ચ્યુનર કાર માલિકોની ભાઈગીરી સામે કડકાઈ
દમણમાં થાર, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી કારના માલિકો દ્વારા થતી ભાઈગીરી અને માફિયાગીરી સામે પ્રશાસન દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી છે. કારમાં મોડિફિકેશન નહીં કરવા અને જવાબદાર નાગરિક બનવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. ભાજપ દ્વારા કાઢવામાં આવેલી કાર રેલીથી પ્રશાસક પ્રફુલ પટેલ નારાજ થયા અને આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો. કાળા કાચ અને મોડિફિકેશન ધરાવતી ગાડીઓ સામે ઝુંબેશ શરૂ કરાઈ છે, જે પગલાંની લોકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.
દમણમાં થાર-ફોર્ચ્યુનર કાર માલિકોની ભાઈગીરી સામે કડકાઈ
ગુજરાતની ડેરી મશીનરી હવે રશિયામાં ધમધમશે
ભારતીય પ્રોસેસિંગ, પેકેજિંગ અને ઓટોમેશન કંપનીઓને રશિયન ડેરી પ્લાન્ટ્સ સાથે સીધા જોડાવાની તક મળશે. ગુજરાતની 'અમૂલ' જેવી બ્રાન્ડ ફાઇનાન્સના વૈશ્વિક રેન્કિંગમાં વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે પ્રથમ ક્રમે આવી છે. અમદાવાદ ખાતે NDDB Dairy Services અને ITE Group વચ્ચે થયેલા કરારથી ભારતીય ડેરી મશીનરી, પ્રોસેસિંગ અને પેકેજિંગ કંપનીઓ માટે રશિયન બજારના દ્વાર ખુલ્યા છે. આ ભાગીદારી ડેરી ટેક 2027 અને સંયુક્ત વેબિનાર મારફતે ભારતીય એન્જિનિયરિંગ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવું પ્લેટફોર્મ આપશે.
ગુજરાતની ડેરી મશીનરી હવે રશિયામાં ધમધમશે
ગોંડલ આઇકોનિક મેળામાં ફોટોફ્રેમ ભાવતાલમાં સ્ટોલધારક યુવાનની છરી મારી હત્યા
ગોંડલના આઇકોનિક મેળામાં ફોટોફ્રેમના ભાવતાલ મામલે થયેલી બોલાચાલીમાં એક સ્ટોલધારક યુવાનની છરી મારી ઘાતકી હત્યા કરવામાં આવી. આ હુમલામાં અન્ય એક યુવાન પણ ઘાયલ થયો. મુખ્ય આરોપી રાહુલ ડોડીયા સહિત પાંચ શખ્સોની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં અન્ય ચાર આરોપીઓને પણ સકંજામાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે.
ગોંડલ આઇકોનિક મેળામાં ફોટોફ્રેમ ભાવતાલમાં સ્ટોલધારક યુવાનની છરી મારી હત્યા
એકતા નગરમાં સફાઈ બાદ ફરી કચરો: બેદરકારો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ
વડોદરા કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા પ્રયાસો છતાં જાહેર સ્થળોએ ગંદકીની સમસ્યા યથાવત છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્રવેશદ્વારો અને સન ફાર્મા રોડ નજીક કચરાના ઢગલા જોવા મળ્યા છે. તાજેતરમાં એકતા નગરમાં સફાઈના કલાકોમાં જ ફરી કચરો ફેંકવાની ઘટના બની. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે સફાઈ કામદારોનો વાંક નથી, પણ કેટલાક બેદરકાર લોકો જાણીજોઈને ગંદકી ફેલાવે છે. ડોર ટુ ડોર કચરા ગાડી હોવા છતાં રસ્તા પર કચરો ફેંકાય છે. ભણેલા-ગણેલા લોકોની આ બેદરકારી દુઃખદ છે. જાહેર સ્થળોને ગંદા કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે.
એકતા નગરમાં સફાઈ બાદ ફરી કચરો: બેદરકારો સામે કાર્યવાહીની સ્થાનિકોની માંગ
ધ્રોલમાં સવા બે, મહુવામાં એક ઇંચ
લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ શરૂ થયો છે, જેમાં ધ્રોલ તાલુકામાં સૌથી વધુ સવા બે ઇંચ અને મહુવામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 તાલુકાઓમાં વરસાદ થયો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા શનિવારથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સારા વરસાદની સંભાવના છે. ધ્રોલમાં વરસાદના કારણે ભૂચર મોરીના મેળાના રંગમાં ભંગ પડ્યો છે, પરંતુ ખેડૂતોને સુકાઈ રહેલા મોલ માટે નવું જીવનદાન મળ્યું છે.