જામનગરમાં રણજીતસાગર રોડ પરથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
જામનગરમાં રણજીતસાગર રોડ પરથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
Published on: 07th October, 2026

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર સિટી એ. ડિવિઝન પોલીસે જાહેર માર્ગ પરથી વિદેશી દારૂની 15 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 46,500 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં મહેશ કિશોરભાઈ પરમાર, ગોપાલ મંગાભાઈ જાદવ અને શક્તિસિંહ પ્રભાતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.