વડોદરાના 119 કેન્દ્રો પર 35000 ઉપરાંત ઉમેદવારો લોકરક્ષક કેડરની પરીક્ષા આપશે
વડોદરાના 119 કેન્દ્રો પર 35000 ઉપરાંત ઉમેદવારો લોકરક્ષક કેડરની પરીક્ષા આપશે
Published on: 14th June, 2025

વડોદરા સહિત ગુજરાતમાં તા.15 જૂન, રવિવારે લોકરક્ષક ભરતીની પરીક્ષા લેવામાં આવશે. પોલીસ તંત્ર વડોદરા શહેરમાં પરીક્ષા આયોજન માટે આખરી તૈયારી કરી રહ્યુ છે. અન્ય વિભાગો સાથે પણ સંકલન થયેલ છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આજે પરીક્ષા તૈયારીની ચકાસણી કરી હતી.