સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળનો અન્નકૂટ ધરાવાયો અને પ્રાકૃતિક શણગાર કરાયો.
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને 251 કિલો સુખડી-મેસુબ-મોહનથાળનો અન્નકૂટ ધરાવાયો અને પ્રાકૃતિક શણગાર કરાયો.
Published on: 01st January, 2026

વડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં ધનુર્માસની ઉજવણી થઈ. 01-01-2026ના રોજ હનુમાનજી દાદાને 251 કિલો સુખડી-મેસુબ-અડદિયો-મોહનથાળનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. વર્ષ 2026ના પ્રારંભે ભક્તો ઉમટ્યા, દાદાને વિશેષ વાઘા પહેરાવાયા, સિંહાસનને આકર્ષક શણગાર કરાયો. સવારે 5:45 કલાકે શણગાર આરતી થઈ. મંદિરમાં મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ થયા. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો.