Happy New Year 2026: શક્તિ, શિવ અને કૃષ્ણના શરણે પાવાગઢ, સોમનાથ, દ્વારકામાં માનવ મહેરામણ.
Happy New Year 2026: શક્તિ, શિવ અને કૃષ્ણના શરણે પાવાગઢ, સોમનાથ, દ્વારકામાં માનવ મહેરામણ.
Published on: 01st January, 2026

નવા વર્ષ નિમિત્તે પાવાગઢ, સોમનાથ, દ્વારકામાં ભક્તોની ભીડ ઉમટી. મા મહાકાળી, સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી. ભક્તોએ દર્શન કરી સુખ-શાંતિની પ્રાર્થના કરી. "હર હર મહાદેવ"ના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા. ગુજરાતના ધાર્મિક સ્થળોએ ભક્તિ અને ઉત્સાહનો સંગમ જોવા મળ્યો.