સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
સુરત કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરીમાં રૂ. 15નો વધારો.
Published on: 18th May, 2026

સુરતમાં પહેલી જૂનથી કાપડ માર્કેટમાં પાર્સલ મજૂરી દરમાં રૂ.15નો વધારો થશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર અને વધતી મોંઘવારીને કારણે ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને આ નિર્ણય લીધો છે. હાલ રૂ.100-120 દર, નવા દર રૂ.115-135 થશે. આ નિર્ણયથી ટ્રાન્સપોર્ટ અને વેપારીઓના ખર્ચમાં વધારો થશે.