ગાંધી જયંતિએ ગાંધીજીની પ્રિય ખાદી ખરીદવા ધસારો
ગાંધી જયંતિએ ગાંધીજીની પ્રિય ખાદી ખરીદવા ધસારો
Published on: 03rd October, 2026

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે લોકો તેમની પ્રિય ખાદી ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરામાં એક જ દિવસમાં અંદાજે ૨૫ લાખ રૂપિયાની ખાદીનું વેચાણ થયું. વડોદરામાં ખાદી ભંડારો પર ગુજરાતમાં બનેલી ખાદી પર ૩૦% અને અન્ય રાજ્યોની ખાદી પર ૨૦% ડિસ્કાઉન્ટની ઓફર છે, જે ૩૧ ડિસેમ્બર સુધી માન્ય છે. ખાદીના ઝભ્ભા, શર્ટ, સિલ્ક ખાદી, મિનિસ્ટર ખાદી, વ્હાઈટ ખાદી અને રાજકોટ પટોળા જેવી વિવિધ વસ્તુઓની ખરીદી જોવા મળી. આ ડિસ્કાઉન્ટ ઓફરને કારણે આવનારા મહિનાઓમાં પણ ખાદીની ખરીદીમાં વધારો થવાની ધારણા છે, જે હજારો કારીગરોને રોજગાર પૂરો પાડે છે.