અમરેલીના તાજપર ગામના હાથ બનાવટના ગોદડાની 7થી વધુ દેશોમાં ડિમાન્ડ
અમરેલીના તાજપર ગામના હાથ બનાવટના ગોદડાની 7થી વધુ દેશોમાં ડિમાન્ડ
Published on: 29th August, 2026

અમરેલીના તાજપર ગામની હંસાબહેન રાઠોડે હાથથી બનાવેલાં પરંપરાગત ગોદડાંને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડ્યા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ સહિત સાતથી વધુ દેશોમાં આ ગોદડાંની માંગ છે. છ મહિના પહેલાં શરૂ થયેલા આ વ્યવસાયે 25 સ્થાનિક મહિલાઓ માટે સ્વરોજગારીનું સર્જન કર્યું છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર મળતાં માંગમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 600થી વધુ ગોદડાં મોકલવામાં આવ્યા છે, જે આ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યા છે.