તહેવારો ટાણે ખાંડ અને સીંગતેલના ભાવમાં અણધાર્યો વધારો
તહેવારો ટાણે ખાંડ અને સીંગતેલના ભાવમાં અણધાર્યો વધારો
Published on: 08th August, 2026

તહેવારોની સિઝન પહેલાં ખાંડ અને ખાદ્યતેલના ભાવમાં થયેલો વધારો સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા એક મહિનામાં ખાંડના છૂટક ભાવમાં લગભગ 6.6 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે હવે 50.30 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગયો છે. ગયા વર્ષની સરખામણીમાં પણ ભાવ લગભગ 9 ટકા વધુ છે. બીજી તરફ, મગફળી અને સોયાબીન જેવા તેલીબિયાંનું ઉત્પાદન વધુ હોવા છતાં, સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવ પણ વધ્યા છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો રૂ. 2900ની સપાટીએ પહોંચ્યો છે. સરકારે ભાવ વધારાને કાબૂમાં લેવા સ્ટોક લિમિટ લાગુ કરી છે.