ગિફ્ટ સિટી: સિંગાપોરને ટક્કર આપતું ભારતનું ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ
ગિફ્ટ સિટી: સિંગાપોરને ટક્કર આપતું ભારતનું ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ
Published on: 19th August, 2026

ગિફ્ટ સિટી હવે નાણાકીય સેવાઓ ઉપરાંત ફંડ મેનેજમેન્ટ, ટેક્નોલોજી અને વૈશ્વિક બિઝનેસનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. GIFT IFSCમાં ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ માર્ચ 2023ના 65થી વધીને માર્ચ 2026માં 217 થઈ છે, જ્યારે ફંડ્સ અને સ્કીમ્સ 50થી વધીને 360 થયા છે. ફંડ્સ દ્વારા આશરે $39 બિલિયનનું રોકાણ કમિટ થયું છે, જેમાં $19.66 બિલિયનનું રોકાણ થઈ ચૂક્યું છે. 70થી વધુ દેશોના 9,594 રોકાણકારો જોડાયા છે. ટેક્નોલોજી, GCC અને અન્ય ક્ષેત્રોના વિસ્તરણથી GIFT Cityનું વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની રહ્યું છે.