સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 60 હજાર ટન કપચીનું ઉત્પાદન ઠપ, 4000 શ્રમિકોની ‘રોજીરોટી આપો’ના નારા સાથે રેલી.
સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 60 હજાર ટન કપચીનું ઉત્પાદન ઠપ, 4000 શ્રમિકોની ‘રોજીરોટી આપો’ના નારા સાથે રેલી.
Published on: 17th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લાનો ક્વોરી ઉદ્યોગ 14 દિવસથી બંધ છે, નવી લીઝ જેવા પ્રશ્નોથી શ્રમિકો મુશ્કેલીમાં છે. 4000થી વધુ અસરગ્રસ્તોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું, દૈનિક 60 હજાર ટન કપચીનું ઉત્પાદન બંધ થતા સરકારને આવક બંધ થઈ છે, ડ્રાઇવરોની હાલત કફોડી બની છે, શ્રમિકોને રોજીરોટીની અસર પડી છે. ક્વોરી ઉદ્યોગના પડતર પ્રશ્નોનો જલ્દી ઉકેલ લાવવા માગ કરી.