ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું.
ક્રૂડ વધ્યા ભાવથી ત્રણ ટકા તૂટયું.
Published on: 06th May, 2026

મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા હતા. વિશ્વબજારમાં બેતરફી ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં ઝવેરીબજારમાં આજે મિશ્ર હવામાન તથા બેતરફી વધઘટ કિંમતી ધાતુઓમાં જોવા મળી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૧૯૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૨૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔશના ૪૫૬૯થી ૪૫૭૦ ડોલરવાળા નીચામાં ભાવ ૪૫૧૩ તથા ઉંચામાં ભાવ ૪૫૭૪ થઈ ૪૫૬૩થી ૪૫૬૪ ડોલર હતા.