મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો
મોંઘવારીનો ઝટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ₹42 અને 5 કિલોવાળામાં ₹11નો તોતિંગ વધારો
Published on: 01st June, 2026

નવા મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. ઓઇલ વિતરણ કંપનીઓએ 1 જૂન 2026થી કોમર્શિયલ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતોમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹42 સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.