લુધિયાણા ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક: પિતા-પુત્ર સહિત ૩નાં મોત.
લુધિયાણા ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક: પિતા-પુત્ર સહિત ૩નાં મોત.
Published on: 01st June, 2026

પંજાબના લુધિયાણામાં પાના-ચાવી બનાવતી એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થતાં અફરા-તફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના ગૂંગળામણથી મોત નીપજ્યા છે. અનેક શ્રમિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગૂંગળામણ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. મૃતકોમાં માનસિંહ, તેમના પુત્ર અમિત અને શ્રીરામનો સમાવેશ થાય છે. અન્ય પ્રભાવિત શ્રમિકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકની હાલત ગંભીર છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.