પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનનો 2026માં રેકોર્ડ
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનનો 2026માં રેકોર્ડ
Published on: 01st June, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને મે 2026માં માલસામાન લોડિંગ, આવક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને પેસેન્જર સેવાઓમાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે. માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર પહોંચી, જે ગયા વર્ષના સમાન ગાળા કરતાં 2.6% નો વધારો દર્શાવે છે. કુલ 3.93 મિલિયન ટન (MT) માલસામાનનું લોડિંગ થયું. મીઠું, ખાતર જેવી મુખ્ય ચીજવસ્તુઓના લોડિંગમાં નોંધપાત્ર વધારો થયો. ગાંધીધામ ક્ષેત્ર મોખરે રહ્યું અને 'કચ્છથી કાશ્મીર' પહેલ હેઠળ પ્રથમ વખત ખાદ્ય તેલનો જથ્થો રવાના થયો. નવી Y-Connectivity શરૂ થતાં ટ્રેન સંચાલન સરળ બન્યું.