આંતરરાષ્ટ્રીય વિમાન ભાડા સસ્તા થશે? જેટ ફ્યુઅલમાં 27% નો મોટો ઘટાડો
આંતરરાષ્ટ્રીય વિમાન ભાડા સસ્તા થશે? જેટ ફ્યુઅલમાં 27% નો મોટો ઘટાડો
Published on: 01st June, 2026

વૈશ્વિક બજારમાં જેટ ફ્યુઅલ (Aviation Turbine Fuel - ATF) ના ભાવમાં 27% નો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટેના ભાડામાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડા બાદ પ્રતિ કિલોલીટર ATF ની કિંમત લગભગ 1,100 અમેરિકન ડોલર (આશરે ₹1,05,000) થઈ ગઈ છે. જોકે, ઘરેલું ફ્લાઇટ્સ માટે ATF ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે ₹1,04,927.18 પ્રતિ કિલોલીટર યથાવત રહેશે. આ નિર્ણય દ્વારા સરકાર અને ઓઇલ કંપનીઓએ સામાન્ય નાગરિકો પર બોજ ન પડે તે માટે સંતુલિત પગલું ભર્યું છે.