યાર્નના ભાવ વધારાથી ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ.
યાર્નના ભાવ વધારાથી ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ.
Published on: 10th March, 2026

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ વધ્યું છે. એક સપ્તાહમાં બીજી વખત યાર્નના ભાવમાં રૂપિયા 20-30નો વધારો થતાં ચિંતા વધી છે. ક્રૂડ ઓઈલના ભાવ વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધતા યાર્નના ભાવ વધી રહ્યા છે, જેનાથી કાપડનું ઉત્પાદન મોંઘું થઈ રહ્યું છે. વેપારીઓએ સરકાર પાસે સસ્તું યાર્ન આયાત કરવાની માંગ કરી છે, અન્યથા શ્રમિકોની રોજીરોટી જોખમમાં આવી શકે છે.