શબાના આઝમી સ્વાઈન ફ્લૂથી પીડિત, 102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન
શબાના આઝમી સ્વાઈન ફ્લૂથી પીડિત, 102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન
Published on: 25th July, 2026

બોલિવૂડ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી સ્વાઈન ફ્લૂ (H1N1) ની ઝપેટમાં આવ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લીધા બાદ તેમને 102 ડિગ્રી તાવ આવ્યો હતો, જેના પગલે તબીબોએ તેમને 5 દિવસ માટે સંપૂર્ણપણે આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. આ બીમારીને કારણે તેઓ મુંબઈમાં યોજાનાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શક્યાં નથી. તેમ છતાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને પ્રદર્શનકારીઓ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે અને તેમની હિંમતથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે.