'આદિપુરુષ' મારી જિંદગીની સૌથી મોટી ભૂલ: મનોજ મુન્તશિર
'આદિપુરુષ' મારી જિંદગીની સૌથી મોટી ભૂલ: મનોજ મુન્તશિર
Published on: 25th July, 2026

બોલિવૂડના જાણીતા ગીતકાર અને સંવાદ લેખક મનોજ મુન્તશિરે વિવાદાસ્પદ ફિલ્મ ‘આદિપુરુષ’ અંગે મોટો સ્વીકાર કર્યો છે. ફિલ્મના સંવાદોને કારણે દેશભરમાં આક્રોશનો સામનો કરનાર મુન્તશિરે જણાવ્યું કે આ ફિલ્મ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. રામાયણ પર આધારિત આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ તેના વાંધાજનક સંવાદોને કારણે ભારે વિરોધ થયો હતો. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે, તેઓ દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ક્ષમાપ્રાર્થી છે.