સૈફ અલી ખાનને ન્યૂડ સીન ઓફર થયો હતો!
સૈફ અલી ખાનને ન્યૂડ સીન ઓફર થયો હતો!
Published on: 09th July, 2026

બોલિવૂડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓમકારા' રિલીઝ થયાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં 'લંગડા ત્યાગી'ના નકારાત્મક પાત્રમાં સૈફ અલી ખાને ધારદાર અભિનય કર્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સૈફે ખુલાસો કર્યો કે વિશાલ ભારદ્વાજે તેમને એક મહત્ત્વના સીનમાં ન્યૂડ થવા માટે પૂછ્યું હતું. સૈફે તે સમયે સંકોચ અને ખચકાટ અનુભવ્યો હોવાનું જણાવ્યું, અને આજે તેને તે સીન કરી લેવો જોઈતો હતો તેવો અફસોસ છે.