લેગો બ્લોક્સ: સર્જનાત્મકતા અને કલ્પનાને ખીલવતું એક અદ્ભુત રમકડું
લેગો બ્લોક્સ: સર્જનાત્મકતા અને કલ્પનાને ખીલવતું એક અદ્ભુત રમકડું
Published on: 04th July, 2026

રંગબેરંગી `લેગો' બ્લોક્સને જોડીને મનગમતી આકૃતિઓ બનાવવાની રમત માત્ર બાળકો માટે જ નહીં, પણ મોટાઓ માટે પણ લોકપ્રિય છે. આ રમત સર્જનાત્મકતા અને ધીરજ વિકસાવે છે. ડેન્માર્કના ઓલે કિર્ક ક્રિશ્ચિયનસેને 1932માં `LEGO' નામની કંપની શરૂ કરી, જેનો અર્થ 'સારી રીતે રમો' થાય છે. 1947માં પ્લાસ્ટિકનાં રમકડાં અને 1949માં `ઓટોમેટિક બાઈન્ડિંગ બ્રિક્સ' જેવા આધુનિક લેગો બ્લોક્સની શરૂઆત થઈ. 1958માં `સ્ટડ એન્ડ ટ્યૂબ' ડિઝાઇનને પેટન્ટ મળવાથી બ્લોક્સની મજબૂતાઈ વધી.