Menu
કાંતારા-2ના વધુ એક આર્ટિસ્ટનું નિધન, સેટ પર આવ્યો હાર્ટઍટેક; બે મહિનામાં ત્રીજું મોત
કાંતારા-2ના વધુ એક આર્ટિસ્ટનું નિધન, સેટ પર આવ્યો હાર્ટઍટેક; બે મહિનામાં ત્રીજું મોત
Published on: 14th June, 2025

સાઉથ ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મના કલાકારોમાં સામેલ અભિનેતા કલાભવન નીજુનું નિધન થયું છે. તેઓ 43 વર્ષના હતા. શૂટિંગ દરમિયાન તેમનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 'કંતારા ચેપ્ટર 1' ના યુનિટમાં આ ત્રીજું મૃત્યુ છે. જે એક ખૂબ આઘાતજનક છે. આશ્ચર્યજનક વાત એ છે કે અલગ અલગ રીતે મૃત્યુ પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી.