રિસ્ટોર થયેલી 'પાકીઝા' ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર
રિસ્ટોર થયેલી 'પાકીઝા' ભવ્ય જાગતિક પ્રીમિયર માટે તૈયાર
Published on: 03rd September, 2026

મીનાકુમારી અભિનિત ૧૯૭૨ની આઈકોનિક ક્લાસીક 'પાકીઝા' ૪કેમાં રિસ્ટોર થઈને લિયોન, ફ્રાન્સ તેમજ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (FHF) દ્વારા બે વર્ષના મહેનત બાદ થયેલા રિસ્ટોરેશને મૂળ ફિલ્મી સામગ્રીની ગંભીર ક્ષતિઓ છતાં કમાલ અમરોહીની કૃતિને પુનર્જીવિત કરી છે. પડકારજનક રિસ્ટોરેશન કાર્યમાં મૂળ નેગેટીવની ક્ષતિઓ અને રંગ ઉડી ગયેલી સામગ્રીને સુધારવામાં આવી. આનાથી નવી પેઢીને મીના કુમારીના જાદુ અને અમરોહીની માસ્ટરપીસ માણવાની તક મળશે.