દિલીપકુમારના મ્યુઝિયમ માટેની જગ્યા સાયરાબાનુ વેચવા પ્રયાસ કરી રહ્યા છે
દિલીપકુમારના મ્યુઝિયમ માટેની જગ્યા સાયરાબાનુ વેચવા પ્રયાસ કરી રહ્યા છે
Published on: 05th August, 2026

અભિનયના શહેનશાહ દિલીપકુમારના બાંદરા સ્થિત આલીશાન બંગલાનું રીડેવલપમેન્ટ કરીને ૧૧ માળની ભવ્ય ઇમારત 'ધ લેજેન્ડ બાય આશર' બનાવવામાં આવી છે. આ જગ્યાનો એક હિસ્સો દિલીપકુમારના મ્યુઝિયમ માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેમની પત્ની સાયરાબાનુ આ ૧,૬૯૬ ચોરસ ફૂટની જગ્યા વેચી નાખવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. અગાઉ ૨૦૧૮માં આ બંગલાની જમીનના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં સાયરાબાનુએ ડેવલપર સામે બંગલો હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં, મ્યુઝિયમ માટેની જગ્યામાં સ્વતંત્ર પ્રવેશ અને ત્રણ પાર્કિંગની વ્યવસ્થા થવાની હતી.