અન્યાય સામે લડવામાં ભય શેનો? કાજલ અગરવાલનો નીડર અભિનેત્રી તરીકેનો નવો અધ્યાય
અન્યાય સામે લડવામાં ભય શેનો? કાજલ અગરવાલનો નીડર અભિનેત્રી તરીકેનો નવો અધ્યાય
Published on: 28th August, 2026

તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'The Indian Story'માં અભિનેત્રી કાજલ અગરવાલએ એક નીડર ધારાશાસ્ત્રીની ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં તે ખેતીમાં રાસાયણિક જંતુનાશકોના આડેધડ ઉપયોગ પાછળની ભયાનક વાસ્તવિકતાને ઉજાગર કરવા શક્તિશાળી સિસ્ટમ અને કોર્પોરેટ માફિયા સામે કાનૂની લડત ચલાવે છે. આ વિષય આપણા દેશના પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે સીધો જોડાયેલો છે, તેથી આ ફિલ્મને માત્ર એક સામાન્ય કોર્ટરૂમ ડ્રામા સમજવાની ભૂલ કરવી ન જોઈએ.