સલમાન ખાન ભાવુક: સોહેલ ખાનના છૂટાછેડાનું દર્દ વ્યક્ત કર્યું
સલમાન ખાન ભાવુક: સોહેલ ખાનના છૂટાછેડાનું દર્દ વ્યક્ત કર્યું
Published on: 04th August, 2026

રિયાલિટી શો 'Alliance' ના નવા એપિસોડમાં સલમાન ખાને પોતાના ભાઈ સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા અંગે વાત કરતાં ભારે ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે સોહેલે પોતાના સંબંધો બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ અંતે તેણે સમગ્ર બાબતનો દોષ પોતાના પર લઈ લીધો. શોમાં સોહેલ અને સીમાએ પણ પોતાના અલગ થવાના કારણો અને ફરીથી વાતચીત શરૂ થવા અંગે ખુલીને વાત કરી. સોહેલે સ્વીકાર્યું કે તેની માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાને કારણે ભૂલો થઈ.