અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા' બે ભાગમાં થશે રિલીઝ?
અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાકા' બે ભાગમાં થશે રિલીઝ?
Published on: 03rd August, 2026

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'રાકા'ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રેડ વર્તુળોમાં ચર્ચા છે કે આ ફિલ્મ કદાચ બે ભાગમાં રિલીઝ થઈ શકે છે. ફિલ્મના વિસ્તૃત સ્ટોરીલાઇન અને અત્યાર સુધી થયેલા વિશાળ શૂટિંગને કારણે મેકર્સ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચારી રહ્યા છે. જોકે, અંતિમ નિર્ણય ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ લેવાશે. 'રાકા'નું પ્રોડક્શન વર્ષ 2027ની શરૂઆત સુધી ચાલુ રહેવાની શક્યતા છે અને તેને 800 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી રહી છે.