અજય દેવગણે તેની નવી હોરર થ્રીલર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું,
અજય દેવગણે તેની નવી હોરર થ્રીલર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું,
Published on: 03rd September, 2026

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણે તેની આગામી હોરર થ્રીલર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, જેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા પર કરી છે. તેણે જણાવ્યું કે "ડર કા માહૌલ ..હોને વાલા હૈ. અમારી હોરર થ્રીલરનું શૂટિંગ આજથી શરૂ થાય છે." દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના સહયોગથી બની રહેલી આ અનામી ફિલ્મનું નિર્દેશન રોહિત જુગરાજ કરી રહ્યા છે, જે 'સરદાર જી' અને 'યે કાલી કાલી આંખે' માટે જાણીતા છે.