અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન
અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની વયે નિધન
Published on: 16th August, 2026

સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી અનન્યા રાજનું 35 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. તેમના પરિવારે લગભગ એક મહિના બાદ તેમના Instagram એકાઉન્ટ પર આ સમાચારની પુષ્ટિ કરી. 15 જુલાઈના રોજ અનન્યાનું અવસાન થયું હતું. છેલ્લા એક વર્ષથી તેઓ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. અનન્યાએ ‘7 અવર્સ ટુ ગો’, ‘ધ ફાઈનલ એક્ઝિટ’, અને ‘ઘોસ્ટ’ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. તેઓ Instagram પર પોણા ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હતા. પરિવાર દ્વારા શેર કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે, અનન્યા ઊંઘમાં જ શાંતિથી ગુજરી ગયા અને તેમણે બીમારી સામે વોરિયરની જેમ લડાઈ લડી.