ફિલ્મ 'Toxic'માં દ્રશ્યો પર વિવાદ
ફિલ્મ 'Toxic'માં દ્રશ્યો પર વિવાદ
Published on: 15th August, 2026

સાઉથના સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ 'Toxic' 26 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મના રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીનને કારણે તે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યશે ફિલ્મના કન્ટેન્ટ, અશ્લીલતા અને Gen Z પેઢી વિશે ખુલીને વાત કરી અને ટીકાઓનો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, "નવી પેઢી હંમેશાં પહેલાં કરતા સારી હોય છે, અને જૂની પેઢીને હંમેશાં એવું જ લાગે છે કે નવી પેઢી બગડી ગઈ છે." અશ્લીલતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "દરેક વસ્તુની એક મર્યાદા હોય છે; આપણે પણ આ વાત સમજીએ છીએ."