આજનું રાશિફળ: લક્ષ્મીકૃપા અને વાહન સાવધાની
આજનું રાશિફળ: લક્ષ્મીકૃપા અને વાહન સાવધાની
Published on: 21st August, 2026

મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રતિકૂળતા રહેશે, જ્યારે વૃષભ રાશિના જાતકો સંસ્થાકીય કામકાજમાં વ્યસ્ત રહેશે. મિથુન રાશિના જાતકોએ સીઝનલ ધંધામાં માલનો ભરાવો ન કરવો. કર્ક રાશિના જાતકો પોતાની આવડતથી કામનો ઉકેલ લાવશે. સિંહ રાશિના જાતકો વાહન ચલાવતી વખતે સાવધાની રાખે. કન્યા રાશિને ઉપરીવર્ગનો સહકાર મળશે. તુલા રાશિને બેંક અને શેરોના કામમાં ફાયદો થશે. વૃશ્ચિક રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત મળશે. ધન રાશિના જાતકો કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરે. મકર રાશિના જાતકોને સીઝનલ ધંધામાં અચાનક ઘરાકી મળી શકે છે. કુંભ રાશિના જાતકો મિત્રવર્ગના સાથથી રાહત અનુભવશે. મીન રાશિના જાતકોને નોકરી-ધંધા અંગે બહારગામ જવાનું થઈ શકે છે.