4 રાશિઓ પર ધનવર્ષા, 3 રાશિઓએ પૈસા-વાહન બાબતે સાવચેત રહેવું
4 રાશિઓ પર ધનવર્ષા, 3 રાશિઓએ પૈસા-વાહન બાબતે સાવચેત રહેવું
Published on: 23rd August, 2026

મેષ રાશિના જાતકોને ધર્મકાર્ય અને શુભકાર્યથી હૃદય-મનમાં પ્રસન્નતા મળશે. વૃષભ રાશિના જાતકોએ વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. મિથુન રાશિના જાતકોના જાહેરક્ષેત્રના કામમાં દોડધામ શ્રમ જણાય, પરંતુ કામનો ઉકેલ આવશે. કર્ક રાશિએ સીઝનલ ધંધામાં માલનો ભરાવો ન કરવો અને નાણાંકીય લેવડ-દેવડમાં સાચવવું. સિંહ રાશિના અટવાઇ પડેલા કામનો ઉકેલ આવશે. કન્યા રાશિને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. તુલા રાશિને સંયુક્ત ધંધામાં સહકાર મળશે. વૃશ્ચિક રાશિને ધંધામાં આવક જણાય. ધન રાશિના અગત્યના કામનો ઉકેલ આવશે. મકર રાશિના કામકાજમાં રૂકાવટ મુશ્કેલી અનુભવાશે. કુંભ રાશિને સીઝનલ ધંધામાં લાભ ફાયદો મળી રહેશે. મીન રાશિ ઘર-પરિવાર અને મિત્રવર્ગના કામ અંગે વ્યસ્ત રહેશે.