અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ્ટતા
અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ્ટતા
Published on: 14th June, 2025

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક મુસાફર બચી શક્યો. આ અકસ્માતમાં હોસ્ટેલમાં રહેલા અનેક લોકોના પણ મોત થયા છે. ટાટા ગ્રુપે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મુસાફરોના પરિવારને રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. આ વળતર ઉપરાંત ટાટા ગ્રુપના આ પગલાથી પરિવારોને કેટલીક આર્થિક રાહત મળશે.