મહારાષ્ટ્ર સરકારની તુરંત મદદ: પત્નીને હળ સાથે બાંધી ખેડનાર ખેડૂતને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સહાય
મહારાષ્ટ્ર સરકારની તુરંત મદદ: પત્નીને હળ સાથે બાંધી ખેડનાર ખેડૂતને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા સહાય
Published on: 11th June, 2026

લાતુરના ખેડૂત કાશીનાથ ગાયકવાડનો વીડિયો વાઈરલ થયો, જેમાં વીજળી પડવાથી બળદ મૃત્યુ પામતાં પત્નીને હળ સાથે બાંધી ખેતર ખેડતો જોવા મળ્યો. વિપક્ષ દ્વારા ટીકા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક નોંધ લીધી. જિલ્લા વહીવટી તંત્રને ગૌશાળામાંથી બળદ ઉપલબ્ધ કરાવવા અને નવા બળદ ખરીદવા માટે 32,000 રૂપિયાની સહાય મંજૂર કરવાનો નિર્દેશ આપ્યો. આ મદદથી ગાયકવાડ પરિવારને મોટી રાહત મળી.