બનાસકાંઠાના બાદરગઢમાં બાળકોના ખાવાના પડીકા પર પ્રતિબંધ
બનાસકાંઠાના બાદરગઢમાં બાળકોના ખાવાના પડીકા પર પ્રતિબંધ
Published on: 21st August, 2026

બનાસકાંઠાના બાદરગઢ ગામમાં બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને રૂ. 5 અને 10ના ખાવાના પડીકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામસભામાં સર્વ સંમતિથી આ ઠરાવ પસાર થયો છે, જે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને રૂ. 1000 દંડ ફટકારવામાં આવશે અને તેમના વીજળી તથા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ઉપરાંત, ગુટકા, પ્રતિબંધિત પ્લાસ્ટિક, અને કેફી દ્રવ્યોના વેચાણ પર પણ રોક લગાવવામાં આવી છે.