વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કલાકો સુધી તડકામાં ઉભા રાખ્યા
વલસાડમાં ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કલાકો સુધી તડકામાં ઉભા રાખ્યા
Published on: 16th June, 2026

વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા ઉમરગામના મલાવ ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જોકે, સરકારી કાર્યક્રમોની શોભા વધારવા માટે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની, જેમાં બે વિદ્યાર્થીઓને ચક્કર આવવાથી તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. માત્ર હાજરી અને શોભા વધારવા 150થી વધુ વિદ્યાર્થીઓને બોલાવાયા હતા.