સાબરકાંઠામાં કિસાનસભાનો ખાતર વિતરણ સામે રોષ
સાબરકાંઠામાં કિસાનસભાનો ખાતર વિતરણ સામે રોષ
Published on: 14th August, 2026

સાબરકાંઠા જિલ્લામાં રાસાયણિક ખાતર વિતરણમાં ગુજરાત કિસાન સભા દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. ખેડૂતો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોવા છતાં OTP સિસ્ટમથી ખાતર વિતરણ થતાં તેમને મુશ્કેલી પડે છે અને પૂરતું ખાતર મળતું નથી. ડીએપી અને યુરિયા સાથે રૂપિયા 600 અને 250ની પ્રવાહી બોટલો ફરજિયાત ખરીદાવવામાં આવે છે, જે ના પાડનારને ખાતર મળતું નથી. આ કારણે ખાતર મોંઘું પડે છે. કિસાન સભાએ કલેક્ટરને આવેદનપત્ર આપી OTP સિસ્ટમ બંધ કરવા અને પ્રવાહી બોટલનું જોડાણ દૂર કરવાની માંગ કરી છે.