રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, જીરુંની બમ્પર આવક; ખેડૂતોમાં ઉત્સાહ, હજારો વાહનોની કતાર.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, જીરુંની બમ્પર આવક; ખેડૂતોમાં ઉત્સાહ, હજારો વાહનોની કતાર.
Published on: 19th January, 2026

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી કપાસ, મગફળી અને જીરું જેવી જણસીઓની બમ્પર આવક થઈ છે. 16/01/2026 થી 19/01/2026 સુધીમાં 1000થી વધુ વાહનોની આવક થઈ છે. જેમાં કપાસની આવક 12000 મણ, સોયાબીન 4000 મણ, મગફળીની 125000 મણ સુધીની આવક થઈ છે. ખેડૂતોને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, કપાસના ભાવ રૂ. 1300 થી રૂ. 1600 અને મગફળીના ભાવ રૂ. 1100 થી રૂ. 1450 આસપાસ છે.